વર્લ્ડ કપ 2023 ની 24મી મેચ પાંચ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ વચ્ચે રમાઈ હતી. જેમાં ઓસ્ટ્રેલિયાએ નેધરલેન્ડને 309 રને હરાવી દીધું છે. નેધરલેન્ડને 90 રનમાં ઓલઆઉટ કરી દીધું. બુધવારે, દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન પૈટ કમિન્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 8 વિકેટ પર 399 રન બનાવ્યા. નેધરલેન્ડને જીત માટે 400 રનનો મોટો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં નેધરલેન્ડની ટીમ માત્ર 90 રન જ બનાવી શકી.