હનુમા વિહારી અને આર. અશ્વિનની લડાયકબેટિંગની મદદથી ભારતે અહીં સિડનીમાં રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ ડ્રો કરવામાં સફળતા મેળવી છે. પૂજારા અને પંત આઉટ થયા બાદ ભારત માથે પરાજયનું સંકટ હતું. પરંતુ હનુમા વિહારી અને રવિચંદ્રન અશ્વિન ઓસ્ટ્રેલિયા સામે દીવાલ બનીને ઉભા રહ્યા હતા. બંન્નેએ 43 ઓવર બેટિંગ કરી મેચ ડ્રો કરાવવામાં સફળતા મેળવી હતી. હનુમા વિહારીએ 161 બોલનો સામનો કરતા 23 અને અશ્વિને 128 બોલનો સામનો કરતા 39 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા માટે 407 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતીય ટીમે બીજી ઈનિંગમાં પાંચ વિકેટે 334 રન બનાવ્યા હતા. સિડની ટેસ્ટ ડ્રો રહેતા હવે સિરીઝ 1-1ની બરોબરી પર છે. છેલ્લી અને અંતિમ ટેસ્ટ બ્રિસબેનમાં 15 જાન્યુઆરીથી રમાશે.