લૂટિયંસ દિલ્હીમાં ઔરંગઝેબ લેનનું નામ બદલીને ડો અબ્દૂલ કલામ આઝાદ રોડ કરવામાં આવ્યું છે એટલું જ નહી લેનની શરુઆતમાં નામ બદલીને નવું બોર્ડ પણ મારવામાં આવ્યું છે જેના પર અબ્દૂલકલામ આઝાદ રોડ વાંચી શકાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર નવી દિલ્હીની નગરપાલિકા પરિષદે ગત સપ્તાહ ખાસ બેઠક બોલાવી હતી. આ વિૅશેષ બેઠકમાં જ સર્વ સંમતિથી લેનનું નામ બદલવાની મંજુરી આપવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ઔરંગઝેબ લેનનું નામ ૨૦૧૫માં બદલવામાં આવ્યું હતું પરંતુ લેન પરથી નામ હટાવવામાં આવ્યું ન હતું.