રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અવિરત મેઘમહેર ચાલુ છે ત્યારે જૂનાગઢમાં વિસાવદરમાં આભ ફાટ્યું હતું અને બે કલાકમાં જ 7 ઈંચ વરસાદ ખાબક્યો હતો. બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં પણ હવામાન વિભાગની આગાહી મુજબ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને વલસાડ જિલ્લાના કપરાડામાં 9 ઈંચ કરતા પણ વધુ વરસાદ પડતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય હતી.