વડાપ્રધાને કહ્યું કે આજથી જે પણ બાળક રાત્રે ચંદ્રને જોશે તે માની જશે કે જે હિંમત અને ભાવના તે બાળકમાં છે જેનાથી મારો દેશ ચંદ્ર પર પહોંચ્યો છે. તમે બાળકોમાં આકાંક્ષાઓના બીજ વાવ્યા છે. તેઓ વટવૃક્ષ બનશે અને વિકસિત ભારતનો પાયો બનશે. યુવા પેઢીને સતત પ્રેરણા મળે તે માટે નિર્ણય લેવાયો છે. 23 ઓગસ્ટે જ્યારે ભારતે ચંદ્ર પર ત્રિરંગો લહેરાવ્યો હતો, ત્યારે ભારત તે દિવસને રાષ્ટ્રીય સ્પેસ ડે તરીકે ઉજવશે. આ દિવસ આપણને હંમેશા પ્રેરણા આપતો રહેશે.