છેલ્લા કેટલાક સમયથી બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત અને શિવસેના વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી રહી છે. બીએમસીએ કંગનાની ઓફિસ પર કાર્યવાહી કરી તો કંગનાએ ઉદ્ધવ ઠાકરે પર પર્સનલ એટેક કર્યો. આ બધા વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે વીડિયો કોન્ફરન્સિંગ કરી તો એવી આશા હતી કે તેઓ કંગના મુદ્દે જવાબ આપશે પરંતુ તેઓ કશું બોલ્યા નહીં. ઉદ્ધવ ઠાકરેએ ફક્ત એટલું જ કહ્યું કે હાલ મહારાષ્ટ્રને બદનામ કરવાની કોશિશ થઈ રહી છે જેને તેઓ પોતે પહોંચી વળશે. ઉદ્ધવે વીડિયો કોન્ફરન્સિંગમાં મહારાષ્ટ્રમાં થઈ રહેલી રાજનીતિ પર વાત ન કરીને સંદેશો આપ્યો કે અત્યારનો સમય તેમના માટે કંગના કરતા વધુ જરૂરી કોરોના છે.