છેલ્લા કેટલાક દિવસોથી અનેક રાજ્યોમાંથી ટ્રેન ઉથલાવવાના પ્રયાસોને લગતા અહેવાલો વારંવાર આવી રહ્યા છે. હાલમાં જ રેલવેના પાટા પર ગેસ સિલિન્ડર, લોખંડનો સળીયો, વૃક્ષની ડાળીઓ વગેરે મૂકીને ટ્રેનની પાટા પરથી ઉતારવાના પ્રયાસો થયા ત્યાં હવે યુપીમાં એકસાથે બે ટ્રેનને ઉથલાવવાના પ્રયાસના અહેવાલ સામે આવ્યા છે.