ગુજરાતમાં સુરત બાદ વધુ એક ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર બોટાદમાં ભાવનગર-ઓખા ટ્રેનને ઉથલાવવા પ્રયાસ કરાયા છે. અહીં પાટા પરથી લોખંડના ટુકડા મળી આવ્યા હતા. જે ટ્રેનના એન્જિનમાં ફસાઈ જતાં પ્રેશર પાઈપને નુકસાન થયું હતું. છેવટે બીજા એન્જિન સાથે ટ્રેન જોડીને ભાવનગર લઈ જવાની ફરજ પડી હતી. ઘટનાની જાણ થતાં જ રેલવેના અધિકારીઓ સહિત પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.