પૂર્વીય લદ્દાખની સાથે ચીન હવે સરહદ પર સંઘર્ષના નવા મોરચા ખોલી રહ્યું છે. ઉત્તરાખંડના બારાહોતી પછી હવે ગયા સપ્તાહે ચીનના અંદાજે ૨૦૦ સૈનિકોએ અરૂણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરના યાંગત્સે નજીક એલએસી ક્રોસ કરીને ઘૂસણખોરી કરી હતી. જોકે, ભારતીય જવાનોએ તેમને અટકાવતાં તેમની વચ્ચે કેટલાક કલાક સુધી તેમની વચ્ચે સંઘર્ષ ચાલ્યો હતો. અંતે બંને પક્ષના કમાન્ડરોની વાટાઘાટો પછી મામલો થાળે પડયો હતો અને ચીનના સૈનિકોએ તેમની સરહદમાં પાછા ફરવું પડયું હતું. પૂર્વીય લદ્દાખમાં ભારત-ચીન વચ્ચે ઉચ્ચ સ્તરની સૈન્ય વાટાઘાટોના વધુ એક તબક્કા પહેલાં જ ચીની ઘૂસણખોરીની બીજી ઘટના છે.