વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બાંગ્લાદેશ પ્રવાસ પૂરો થતાં જ પડોશી દેશમાં હિન્દુ મંદિરો પર હુમલા કરવામાં આવ્યા છે. પૂર્વીય બાંગ્લાદેશમાં રવિવારે કટ્ટર ઈસ્લામિક જૂથના સેંકડો લોકો મંદિરો પર તૂટી પડયા હતા. આ હિંસક દેખાવોમાં ૧૦થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. વડાપ્રધાન મોદીના બાંગ્લાદેશ પ્રવાસના વિરોધમાં ઈસ્લામિક જૂથોએ રવિવારે રાષ્ટ્રવ્યાપી બંધની હાકલ કરી હતી. આ બંધ અનેક જગ્યાએ હિંસક અથડામણોમાં ફેરવાઈ ગયો હતો. દેખાવકારોએ અનેક જગ્યાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.