રાજ્યમંત્રી અને ભાવનગર ગ્રામ્ય બેઠકના ધારાસભ્ય પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીની કાર પર પથ્થરમારો થયો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે દિવ્યેશ સોલંકીના ડ્રાઈવરની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. જોકે, જે સ્થળે વર્ષો પહેલા પિતા પરસોત્તમ સોલંકી ઉપર હુમલો થયો હતો, તે જ સ્થળે પુત્ર દિવ્યેશ સોલંકીની કાર પર હુમલો થતાં ભાવનગરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.