પાકિસ્તાનમાં ફરી આતંકવાદીઓએ હુમલો કર્યો છે આ વખતે તેમણે એરબેઝને નિશાન બનાવ્યું છે. મળતી માહિતી મુજબ મિયાંવાલીમાં પાકિસ્તાન એરફોર્સ બેઝમાં આત્મઘાતી બોમ્બર સહિત ઘણા ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓ ઘૂસી ગયા હતા અને 3 ફાઈટર પ્લેનને સળગાવી દીધા હતા, પાક. સેનાએ પણ વળતો જવાબ આપતા ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા.