ન્યૂયોર્કના બ્રુકલિનમાં એક મેટ્રો સ્ટેશન પર મંગળવારે સવારે એક હુમલાખોરે અંધાધૂંધ ગોળીબાર કરતાં ૧૦ લોકોને ગોળી વાગતા નાસભાગ મચી ગઈ હતી. જોકે, આ હુમલામાં કોઈ જાનહાની થઈ નથી તેમ ન્યૂયોર્ક પોલીસ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું. આ ઘટનાને પગલે હાઈએલર્ટ જાહેર કરાઈ હતી. પ્રારંભિક અહેવાલોમાં આ આતંકી હુમલો હોવાનું અને સ્ટેશન પર વિસ્ફોટક સામગ્રી જણાવાયું હતું. જોકે, પાછળથી એનવાયપીડીના અધિકારીએ કહ્યું કે સ્ટેશન પર કોઈ વિસ્ફોટક ડિવાઈસ મળી આવી નથી. જોકે, પોલીસ ગેસ માસ્ક અને બંડી પહેરેલા હુમલાખોરને શોધે છે. પોલીસે હુમલાખોરનો સ્કેચ જાહેર કર્યો હતો.