કડી શહેરના પીર બોરડી ચકલા વિસ્તારમાં મોબાઈલની દુકાન ધરાવતા વેપારી અને તેમના દિકરા ઉપર સ્થાનિક બુટલેગરોએ ઘાતક હથિયારો સાથે હુમલો કરીને લૂંટ ચલાવી હતી. ઇજાગ્રસ્ત બન્ને વ્યક્તિને કડીની ભાગ્યોદય જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બનાવ પછી પણ હુમલો કરનારા સામે કોઈ પગલાં નહીં લેવામાં આવતાં નાગરિકોમાં આક્રોશ વ્યાપ્યો છે.