જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)ના પૂર્વ વિદ્યાર્થી નેતા અને ઉત્તર પૂર્વ દિલ્હીના કોંગ્રેસના ઉમેદવાર કનૈયા કુમાર પર આજે (17મી મે) એક યુવક દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હાર પહેરાવવાના બહાને એક યુવકે કનૈયા કુમારને થપ્પડ ઝીંકી દીધી હતી. જો કે, કનૈયા કુમારના સમર્થકોએ યુવકને પકડી લીધો હતો. આ ઘટના ઉત્તર પૂર્વ દિલ્હીના ઉસ્માનપુર વિસ્તારના કરતાર નગરમાં બની હતી. આ દરમિયાન આમ આદમી પાર્ટીના મહિલા કાઉન્સિલર છાયા શર્મા સાથે પણ દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. મહિલા કાઉન્સિલરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે