અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીએ બ્લોકના કેમ્પસમાં વિદેશી વિદ્યાર્થીઓ અફગાનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના વિદ્યાર્થી ઉપર કટ્ટરવાદી સંગઠન લોકો દ્વારા હિચકારો હુમલો થયેલ છે. તાત્કાલીક સીસીટીવી કેમેરા ચકાસી કટ્ટરવાદી અસામાજિક તત્વોની ધરપકડ કરી કડક કાર્યવાહી કરવા માંગ.અને વિદેશી વિદ્યાર્થીઓને રક્ષણ આપવાની માંગ. તાકીદે ત્રણ ઘાયલ થયેલ વિદ્યાથીઓને સારવાર કરાવી દેખરેખ રાખવા એવી રજુઆત ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને પુર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખએ પોલીસ કમિશનર અને પોલીસ કન્ટ્રોલમા જાણ કરી ટેલીફોનીક રજુઆત કરી હતી. તેમજ ડી સી પી ઇન્ચાર્જને પણ ટેલીફોનીક રજુઆત કરી હતી. ઝોન 7 હાલ એસ વી પી હોસપીટલમાં ઘાયલ વિદ્યાર્થીઓની સારવાર ચાલુ છે.