કચ્છ જિલ્લામાં કોમીએકતામાં પલીતો ચાંપવા છેલ્લાં કેટલાય મહીનાથી સક્રીય થયેલા કેટલાક અસામાજિક તત્વો દ્વારા હિન્દુ-મુસ્લીમ કોમના ધાર્મિક સ્થાનોમાં નુકશાન કરીને એકબીજાની ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. બંને કોમ વચ્ચે વૈમનસ્ય ફૈલાય અને સ્થિતી વકરે તેવા હિનપ્રયાસોના પ્લાનીંગમાં હવે નિંભર તથા ગુનેગાર તત્વો દ્વારા નિર્દર્યી રીતે મુંગા પશુઓને ધાયલ કરવાનું કારસ્તાન ચાલુ કરાતા ભારે રોષ ફેલાયો છે.