પાટણ પાલિકા ચીફ ઓફિસરને મારવાની ઘટનાથી સનસનાટી મચી છે. સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને તેમના સમર્થકોએ પાટણ પાલિકાના ચીફ ઓફિસરને માર્યા છે. આ ધારાસભ્યના ઘરે લગ્ન-પ્રસંગ હોવાથી અને લિકેજથી ઘર આગળ પાણી ભરાઈ જતાં તેઓ રોષે ભરાયા હતા અને મારામારી કરી હતી. આ ઘટના બાદ પાલિકાના કર્મચારીઓ હડતાળ પર ઉતરી જતાં પાલિકામાં તમામ કામકાજ ઠપ્પ થયું છે.