પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાં પાકિસ્તાન આર્મી અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે, જેમાં 10 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. આ અથડામણમાં 10 સૈનિકોએ પણ જીવ ગુમાવ્યો છે. પાકિસ્તાની સેનાએ મંગળવારે કહ્યું કે, અશાંત ખૈપર પખ્તૂનખ્વા પ્રાંતમાં સેનાની છાવણી પર 10 આતંકવાદીઓએ હુમલો કર્યો હતો.