જયપુર (Jaipur )માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના એક કાર્યક્રમ દરમિયાન ચાકુ અને લાકડીઓથી થયેલા હુમલામાં ઘણા લોકો ઘાયલ થયા છે. આ ઘટના ગુરુવારે મોડી રાત્રે બની હતી જ્યારે શરદ પૂર્ણિમાના અવસરે જયપુરના કરણી વિહારમાં ખીર વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન છરી અને લાકડીઓ લઈને આવેલા કેટલાક અજાણ્યા લોકોએ સંઘના કાર્યકરો પર હુમલો કર્યો હતો. હુમલામાં 7 થી 8 સ્વયંસેવકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે.