બિનવારસી હાલતમાં ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો છે. ગાંધીધામના ખારી રોહર પાસેથી 91 કરોડનું 13 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યુ છે. ATSએ SOG અને પોલીસની મદદથી કોકેઈનનો જથ્થો જપ્ત કર્યો. તપાસ ટીમે ડ્રોન દ્વારા વિસ્તારમાં સર્ચ કર્યું. અગાઉ 2023માં આજ વિસ્તારમાંથી 800 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું.