દેશભરમાં હાલ ચારેબાજુ કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે આ મહામારી વચ્ચે આખરે હવે લોકડાઉન 4માં સરકાર દ્વારા ધીરે-ધીરે તમામ છૂટછાટ આપવામાં આવી છે. દેશ લગભગ બે મહિનાથી બંધ હોવાના કારણે લાખો કરોડોનું નુકસાન થયું છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના ( Atmanirbhar Gujarat Sahay Yojana ) અંતર્ગત 1 લાખ રૂપિયા સુધીની લોન 2 ટકાનાં વ્યાજદરે આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેને લઈને આજથી જ રાજ્યભરની કો-ઓપરેટિવ બેંક, ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક, સિટી કો-ઓપરેટિવ બેંક મળીને કુલ 9 હજાર કરતા પણ વધુ આઉટલેટ્સ ઉપરથી આત્મનિર્ભર યોજના માટેનાં ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે.
પરંતુ કોરોનાની મહામારી વચ્ચે પણ પોતાનાં જીવને જોખમમાં મૂકીને લોન લેવા માટે સવારથી જ બેંકો બહાર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રાજકોટમાં લાંબી લાઈનો ઉમેટલી જોવા મળી હતી. એક લાખની લોન લેવા માટે રાજકોટની બેંકોમાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. એક લાખની પાછળ લોકો પોતાની જિંદગી દાવ પર મુકી રહ્યા હોય અને કોરોનાને આમંત્રણ આપી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
તો બીજી બાજુ કેટલાંક શહેરોમાં હજી ફોર્મ આવ્યાં નથી એવી પણ ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે આ ફોર્મ લેવા આવેલાં લોકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવતું નથી તેમજ પોલીસ પણ તેનું પાલન કરાવી રહી નથી કે નથી બેંકનાં અધિકારીઓ પાલન કરાવી રહ્યાં.