પ્રયાગરાજમાં માફિયા ડોન અતીક અહમદ અને તેના ભાઈ અશરફ અહમદની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. ઘટના પ્રયાગરાજની મેડિકલ કોલેજ બહાર થઈ છે. 13 એપ્રિલે ઝાંસી જિલ્લાના પરીછા વિસ્તારમાં અતીકના દીકરા અસદ અને તેના સાથી મોહમ્મદ ગુલામનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત થઈ ગયા હતા. આજે જ અતીક અહમદના દીકરા અસદને મેડિકલ કોલેજ બહાર ત્રણ લોકોએ જયશ્રી રામના નારા લગાવતા અતીક અને તેના ભાઈ અશરફ પર ગોળીઓ વરસાવી દીધી હતી. અતીક અને અશરફની ગોળી મારીને હત્યા કરનારા ત્રણેય હુમલાખોરોએ તાત્કાલિક સરેન્ડર કરી દીધું છે. હુમલાખોરોના નામ લવલેશ તિવારી, સની અને અરુણ મૌર્ય હોવાનું કહેવાય છે