ઉત્તર પ્રદેશના માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યાની તપાસની માંગ કરતી PIL સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ આ મામલે 24 એપ્રિલે સુનાવણી કરશે. આપને જણાવી દઈએ કે, 15 એપ્રિલે રાત્રે અતીક અહેમદ અને અશરફને સ્વાસ્થ્ય તપાસ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ત્રણેય આરોપીઓએ ગોળી મારીને બંને માફિયાની હત્યા કરી હતી.