ઉત્તર પ્રદેશના માફિયા અતીક અને અશરફની હત્યાનો કેસ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. અતીક અને અશરફની પોલીસ કસ્ટડીમાં હત્યાની તપાસની માગને લઈને સુપ્રીમ કોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ થઈ છે. દાખલ અરજીમાં સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજની દેખરેખ હેઠળ તપાસની માગ કરવામાં આવી છે. સાથે જ 2017થી ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધીમાં 183 એન્કાઉન્ટરની તપાસ સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજની દેખરેખ હેઠકમાં કરવાની તથા એક્સપર્ટ કમિટી પાસે કરાવાની માગ કરી છે.
વકીલ વિશાલ તિવારી તરફથી આ અરજી દાખલ કરવામાં આવી છે. અરજીના માધ્યમથી અતીક તથા તેના ભાઈની હત્યાની તપાસ માટે એક સમિતિ બનાવવાની માગ કરી છે. સાથે જ અરજીમાં 2020 વિકાસ દૂબે એન્કાઉંટર મામલાની સીબીઆઈ તપાસની માગ થઈ છે. આ અગાઉ માફિયા અતીક અહેમદની સુરક્ષાને લઈને સવાલો ઊભા કરતી એક અરજીને સાંભળવાની સુપ્રીમ કોર્ટે ના પાડી દીધી હતી. સુપ્રીમ કોર્ટે અતીક અહેમદની સુરક્ષા પર કોઈ પણ આદેશ આપવાની ના પાડી દીધી હતી.