અતીક અહેમદના બંને નાના બાળકો અહજમ અને આબાનને બાળ સંરક્ષણ ગૃહમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. અતીકના ચોથા નંબરના પુત્ર અહજમ અને પાંચમા નંબરના સૌથી નાના પુત્ર આબાનને મુક્ત કરાયા છે. અતીક અહેમદની બહેન પરવીનને બંનેની કસ્ટડી સોંપવામાં આવી છે. અતીકના આ બંને પુત્રો 4 માર્ચથી પ્રયાગરાજના રાજરુપપુર સ્થિત બાળ સંરક્ષણ ગૃહમાં હતાં. સુપ્રીમ કોર્ટ ના હસ્તક્ષેપ બાદ બંનેને મુક્ત કરવામાં આવ્યા છે. પરવીન બંનેને પોતાની સાથે લઈ ગઈ છે.