દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની આજે ત્રીજી પુણ્યતિથિ છે. રાષ્ટ્રપતિ, ઉપ-રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 7:30 કલાકે દિલ્હી ખાતે સદૈવ અટલ સ્મૃતિ સ્થળ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં આયોજિત પ્રાર્થના સભામાં હિસ્સો લઈને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
ત્યાર બાદ ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ સ્મૃતિ સ્થળ પર પુષ્પ ચઢાવીને નમન કર્યું હતું. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, લોકસભા સ્પીકર ઓમ બિરલા સહિત ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ સ્મૃતિ સ્થળ 'સદૈવ અટલ' ખાતે પહોંચીને તેમને યાદ કર્યા હતા.