વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું કે દેશના તમામ પરિવારના સભ્યો વતી હું પૂર્વ વડાપ્રધાન આદરણીય અટલ બિહારી વાજપેયીજીને તેમની જન્મજયંતિ પર હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપું છું. તેઓ જીવનભર રાષ્ટ્ર નિર્માણને વેગ આપવામાં વ્યસ્ત રહ્યા. ભારતમાતા પ્રત્યે તેમનું સમર્પણ અને સેવા અમરત્વમાં પણ પ્રેરણા સ્ત્રોત બની રહેશે.