Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 28 ડિસેમ્બરે કાનપુર મેટ્રો રેલ પ્રોજેક્ટના પૂર્ણ ભાગ અને બીના-પનકી મલ્ટિપ્રોડક્ટ પાઈપલાઈન પ્રોજેક્ટ નું ઉદ્ઘાટન કરવા માટે કાનપુરની મુલાકાતે છે. વડાપ્રધાન કાર્યાલય (PMO) એ રવિવારે આ જાણકારી આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT) કાનપુરના 54માં દીક્ષાંત સમારોહને સંબોધિત કર્યો છે.
PMએ કહ્યું, 'જે વિદ્યાર્થીઓને આજે સન્માન મળ્યું છે તેમને ખૂબ ખૂબ અભિનંદન. આજે તમે જ્યાં પહોંચ્યા છો, તમે જે લાયકાત હાંસલ કરી છે, ત્યાં તમારા માતા-પિતા, તમારા પરિવારના સભ્યો અને તમારા શિક્ષકો જેવા ઘણા લોકો હશે.
પીએમ મોદીએ કહ્યું કે, ‘તમે કમ્ફર્ટ અને ચેલેન્જમાંથી ચેલેન્જને પસંદ કરો કારણકે, જે આરામને પસંદ કરે છે તે પાછળ રહી જાય છે. તમારે એવી વ્યક્તિ બનવાનું છે જે મુશ્કેલીઓને પસંદ કરીને તેનો ઉકેલ લાવે છે. તમે સતત ઇનોવેશનમાં લાગ્યા રહો છો. આ વચ્ચે મારો તમારા સૌને આગ્રહ છે કે, ટેક્નોલોજીની દુનિયામાં રહો પણ હ્યુમન વેલ્યુને ક્યારેય ન ભૂલજો. પોતાનું રોબોટ વર્ઝન ન બનજો. જિજ્ઞાસાવૃતિને જાળવી રાખજો. હ્યુમન ઇન્ટેલિજન્સને પણ યાદ રાખજો. લોકો સાથે પોતાનું કનેક્શન જાળવી રાખજો. લોકો સાથેનું જોડાણ તમારા વ્યક્તિત્વની તાકાત વધારશે. એવું ન થાય કે જ્યારે લાગણી દેખાડવાનો સમય આવે તો દિમાગ એચટીટીપી 404, પેજ નોટ ફાઉન્ડ દેખાડે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ