દેશમાં આજે પ્રથમ વખત રાષ્ટ્રીય સહકારિતા સંમેલન નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે મળ્યું છે. સહકારથી સમૃદ્ધિના લક્ષ્ય સાથે બનાવવા આવેલા સહકારિતા મંત્રાલયમાં દેશના પ્રથમ સહકારિતા મંત્રી અમિત શાહે આ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સંબોધન કર્યું હતું. આ સંમેલનને સંબોધન કરતા સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું હતુ કે, દેશના વિકાસ માટે સહકારિતા જરૂરી છે. તેનાથી ગરીબ અને પાછાત વર્ગોનું કલ્યાણ થશે. સાથે જ અમિત શાહે ગુજરાતના અમૂલ અને લિજ્જત પાપડના ઉદાહરણ આપીને સહકારિતાથી કેવી રીતે ખેડૂતો (દૂધ ઉત્પાદનમાં જોડાયેલા) અને મહિલાઓ (પાપડના બિઝનેસ સાથે જોડાયેલી)નો ઉદ્ધાર થઈ શકે તે સમજાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે અમિત શાહ ગૃહમંત્રી હોવાની સાથે સાથે દેશના પ્રથમ સહકારિતા મંત્રી પણ છે.