ઉત્તર પ્રદેશના યમુના એક્સપ્રેસ હાઈવે એક બસ નાળામાં ખાબકતા 29 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે અનેક લોકોના ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી પ્રમાણે બસ લખનઉથી દિલ્હી આવી રહી હતી ત્યારે આગ્રા નજીક એક નાળામાં ખાબકી હતી. જેમાં સવાર 29 લોકોના મોત નીપજ્યા છે. મૃતકો અને ઘાયલોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.