બ્રિટન સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની AstraZenecaની વેક્સીન પર આડઅસરને લઈને સવાલો ઉઠાવ્યા બાદ કંપનીએ એક નવું પગલું ભર્યું છે. કંપનીએ કહ્યું છે કે કોરોના રોગચાળા પછી ઉપલબ્ધ અપડેટેડ રસીઓની વિપુલતાને ધ્યાનમાં રાખીને, તેણે વિશ્વભરમાંથી તેની કોવિડ -19 રસી પાછી ખેંચવાની પહેલ કરી છે. કંપનીએ એમ પણ કહ્યું કે તે યુરોપમાં વેક્સજાવરિયાની વેક્સીનની માર્કેટિંગ અધિકૃતતા પાછી ખેંચી લેશે