અંતરિક્ષ એજન્સી નાસાએ એસ્ટરોઇડ 2023 TC7 નામનો એક એસ્ટરોઇડને લઈને એલર્ટ જાહેર કર્યુ છે, જે ખૂબ ઝડપે પૃથ્વી તરફ આવી રહ્યો છે. નાસાની જેટ પ્રોપલ્સન લેબોરેટ્રી (JPL)ના કહેવા પ્રમાણે એસ્ટરોઇડ 2023 TC7 આજે (15 ઓક્ટોબર 2023) લગભગ 6 લાખ કિલોમીટર દુર એટલે કે પૃથ્વીથી ખૂબ નજીકથી પસાર થશે. આ હાલમાં લગભગ 19,172 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૃથ્વી પર આવી રહ્યો છે.