ઢાકાની કોર્ટે બાંગ્લાદેશના પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાના ધાન મોન્ડી સ્થિત નિવાસ સ્થાન સુદાસદન (સુધા-સદન) જપ્ત કરવા હુક્મ કર્યો હતો. આ ઉપરાંત ભારતમાં દેશવટો ભોગવી રહેલાં તેઓના કુટુંબીજનોની મિલકતો પણ જપ્ત કરવા હુક્મ કર્યો હતો. હસીનાના કુટુંબીજનોના કુલ 124 બૅન્ક એકાઉન્ટસ પણ જપ્ત કરાયા હતા. હસીનાના પુત્ર સાજીબ વાઝેદ જોય, પુત્રી ઐમા વાઝેદ પુતુલ, હસીનાનાં બહેનો શેખ રેહાના તેમના પુત્રી તુબિમ સિદ્દીકી અને રદ્દવાજૂ મુજીબ સિદ્દીકીના પણ નિવાસ સ્થાનો અને બૅન્ક એકાઉન્ટસ જપ્ત કરવા ઢાકાની કોર્ટે હુક્મ કર્યો છે.