વિધાનસભાના આજના સત્રમાં ગુજરાત સરકારે મગફળીની ખરીદી માટેની તારીખો જાહેર કરી હતી. સરકાર તરફથી કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ બાબતે ગૃહમાં જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર લાભ પાંચમથી ખેડૂતો પાસેથી મગફળી ખરીદવાનું શરૂ કરશે.તેમણે આ સાથે જણાવ્યું હતું કે સરકારે 2 વર્ષમાં 7 લાખ 3 હજાર 137 મેટ્રીક ટન મગફળી ખરીદી જે ભારત સરકારની નોડલ એજન્સી નાફેડ દ્વારા ખરીદાઈ છે. 2020-21માં પ્રતિ ક્વિન્ટલ 5 હજાર 275 રૂપિયામાં ખરીદી જ્યારે 2021-22માં પ્રતિ ક્વિન્ટલ 5 હજાર 550 રૂપિયામાં ખરીદી હોવાની પણ માહિતી કૃષિમંત્રીએ આપી હતી