ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી છે સાથે જ જણાવ્યું છે કે આ ચૂંટણી બાદ જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજવામાં આવશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે સુરક્ષાના કારણોને ધ્યાનમાં રાખીને જમ્મુ કાશ્મીરમાં લોકસભા અને વિધાનસભા બન્નેની ચૂંટણી એક સાથે યોજવી શક્ય નથી.