Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
સીઈસી સુશીલ ચંદ્રએ પોતાના સંબોધનની શરૂઆતમાં જણાવ્યું કે, આ વખતે 5 રાજ્યોના 690 વિધાનસભા ક્ષેત્રો માટે ચૂંટણી થશે. ચૂંટણી પંચનો મુખ્ય ઉદ્દેશ્ય કોવિડ સેફ ઈલેક્શન કરાવવાનો છે અને કોરોના કાળમાં ચૂંટણી યોજવી તે એક પડકાર સમાન છે. આગામી 10 ફેબ્રુઆરીથી 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી માટે મતદાનની શરૂઆત થશે અને 10 માર્ચના રોજ પાંચેય રાજ્યોની મતગણતરી થશે. ઉત્તર પ્રદેશમાં કુલ 7 તબક્કામાં મતદાન થશે જ્યારે પંજાબ, ગોવા અને ઉત્તરાખંડમાં માત્ર એક જ ફેઝમાં મતદાન થશે.  જ્યારે મણિપુરમાં 2 તબક્કામાં મતદાન થશે. 

ચૂંટણી પંચના કહેવા પ્રમાણે ડિજિટલ, વર્ચ્યુઅલ, મોબાઈલ દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવે. ફિઝિકલ પ્રચારના પરંપરાગત સાધનોનો ઉપયોગ શક્ય તેટલો ઓછો કરવામાં આવે. રાજકીય પાર્ટીઓ રાતના 8:00 વાગ્યાથી સવારના 8:00 વાગ્યા સુધી કોઈ પ્રચાર, જનસંપર્ક નહીં કરી શકે. વિજય સરઘસો નહીં કાઢી શકાય. વિજયી ઉમેદવાર 2 લોકોની સાથે પ્રમાણ પત્ર લેવા માટે જશે. પાર્ટીઓને નિર્ધારિત જગ્યાઓએ જ સભા યોજવાની મંજૂરી મળશે. તમામ પાર્ટીઓ અને ઉમેદવારોને કોવિડ ગાઈડલાઈનનું આકરૂં પાલન કરવા અંડરટેકિંગ આપવી પડશે. 

- 10 માર્ચના રોજ પાંચેય રાજ્યની મતગણતરી થશે.

- ઉત્તર પ્રદેશમાં 10 ફેબ્રુઆરીના રોજ થશે પ્રથમ ફેઝનું મતદાન.

- ઉત્તર પ્રદેશમાં કુલ 7 તબક્કામાં મતદાન યોજાશે. 

- યુપીમાં 10 ફેબ્રુઆરી, 14 ફેબ્રુઆરી, 20 ફેબ્રુઆરી, 23 ફેબ્રુઆરી, 27 ફેબ્રુઆરી, 3 માર્ચ, 7 માર્ચના રોજ કુલ 7 ફેઝમાં મતદાન થશે.

- પંજાબ, ગોવા અને ઉત્તરાખંડમાં એક જ ફેઝમાં થશે મતદાન.

- 14 ફેબ્રુઆરીએ પંજાબ, ગોવા અને ઉત્તરાખંડમાં મતદાન થશે. 

- મણિપુરમાં 2 તબક્કામાં મતદાન થશે. 

- મણિપુરમાં 27 ફેબ્રુઆરીએ પહેલા તબક્કાનું, 3 માર્ચે બીજા તબક્કાનું મતદાન થશે. 

- 15મી જાન્યુઆરી સુધી કેમ્પેઈન પર કર્ફ્યુ.

- બૂથની સંખ્યામાં 16 ટકાનો વધારો કરવામાં આવ્યો. 

- કોરોનાના કારણે મતદાનના સમયમાં 1 કલાકનો વધારો કરવામાં આવ્યો. 

- કુલ 690 વિધાનસભા બેઠકો માટે કુલ 18.3 કરોડ મતદારો મતદાન કરશે. 

- ઉત્તર પ્રદેશમાં કુલ 403 બેઠક અને 7 તબક્કામાં મતદાન થશે. 

- પંજાબમાં કુલ 117 બેઠક અને એક જ તબક્કામાં મતદાન થશે. 

- ઉત્તરાખંડમાં કુલ 70 બેઠક અને એક જ તબક્કામાં મતદાન થશે. 

- મણિપુરમાં કુલ 60 બેઠક અને 2 તબક્કામાં મતદાન થશે. 

- ગોવામાં કુલ 40 બેઠક અને એક જ તબક્કામાં મતદાન થશે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ