ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના ચોથા તબક્કામાં 9 જિલ્લામાં 59 વિધાનસભા બેઠક માટે આજે મતદાન શરૂ થઇ ગયુ છે. મતદાન સવારે સાત વાગ્યાથી શરૂ થયું છે જે સાંજના છ વાગ્યા સુધી ચાલશે. રાજ્યમાં ચોથા તબક્કામાં નિષ્પક્ષ અને શાંતિપૂર્વક મતદાન યોજાય તે માટે 860 કંપની અર્ધસૈનિક સુરક્ષા દળને ગોઠવવામાં આવ્યા છે. તેમ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી અજય કુમાર શુક્લાએ માહિતી આપી હતી. ગયા વર્ષે ઉત્તર પ્રદેશમાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં, ભાજપે આ 59 બેઠકોમાંથી 51 બેઠકો જીતી હતી, ત્યારબાદ સપાને 4 અને બસપાને માત્ર 3 બેઠકો મળી હતી.