કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાતની લુણાવાડા, અરમાઇવાડી, ખેરાલુ અને થરાદ બેઠકને લઈને ચૂંટણીની તારીખો જાહેર કરી છે. જે પ્રમાણે આગામી 21મી ઓક્ટોબરના રોજ મતદાન થશે, જ્યારે 24મી તારીખે પરિણામ જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હાલમાં ગુજરાત વિધાનસભાની સાત બેઠકો ખાલી છે જે પૈકી ચૂંટણી પંચે ચાર બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત કરી છે.