-
જમ્મુ-કાશ્મિરના પુલવામા ખાતે આતંકી હુમલામાં ભારતના 44 જવાનોની શહાદતના પગલે દેશના બીજા રાજ્યોમાં ભણતાં અને નોકરી ધંદો કરતા કાશ્મિરીઓને નિશાન બનાવીને તેમને હેરાન કરવાના કિસ્સાની વચ્ચે મહારાષ્ટ્રના પૂણેમાં એક કાશ્મિરી પત્રકાર પર હુમલો કરવાની શરમજનક ઘટના બની છે. પૂણેના એક અખબારમાં કામ કરનાર 24 વર્ષિય જિબરમ નઝીર ગઇકાલે મોડી રાત્રે ઓફિસથી ઘરે જઇ રહ્યાં હતા ત્યારે એક ટ્રાફિક સિગ્નલ પાસે તેના પર બે યુવાનોએ સાઇડ આપવા કહ્યું અને તેની હિમાચલ આરટીઓની નંબર પ્લેટ જોઇને ગુસ્સામાં કહ્યું કે ચલ હટ નહીંતર હિમાચલ મોકલી દઇશું. નઝીરે કહ્યું કે તે કાશ્મિરી છે. આ સાંભળીને યુવકો તેના પર તૂટી પડ્યા. તેને માર માર્યો અને તેની બાઇકને નુકશાન પહોંચાડીને કહ્યું કે તને કાશ્મિર પહોંચાડી દઇશું અને ત્યાં જઇને તારી પક્ત્રકારીતા કરજે. તેને માર મારીને જઇ રહેવલા યુવકોની બાઇક નંબરના આધારે નઝીરે પોલીસને તરત જ જાણ કરી અને પોલીસે હુમલાખોર યુવકોને પોલીસ સ્ટેશને લઇ આવી હતી. જો કે યુવકોની સાથે આવેલા તેમના માતા-પિતાએ માફી માંગતા નઝીરે પણ તેમની સામે કોઇ પોલીસ કાર્યવાહી નહીં કરીને તેમને માફ કરીને ઉદારતા દર્શાવી હતી. નોંધનીય છે કે પૂણેમાં રહીને ભણતાં કાશ્મિરી વિદ્યાર્થીઓને નિશાન બનાવીને તેમને ધાકધમકીઓ આપવાની ફરિયાદો થઇ છે.