આસામના કરીમગંજ જિલ્લામાંથી ૧૦૦ કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે અને આ સંદર્ભમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે.
આસામ પોલીસના સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ) અને કરીમગંજ જિલ્લા પોલીસના સંયુક્ત ઓપરેશન દરમિયાન આ પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો.