આસામ મિઝોરમ બોર્ડર વિવાદ પર વાત કરતા આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએજણાવ્યું હતુ કે,દાયકાઓથી ચાલી રહેલો વિવાદ એક રાતમાં ઉકેલી શકાતો નથી. વધુમાં તેમણે જણાવ્યું હતુ કે,સરહદ પર શાંતિ પુન:સ્થાપિત કરવામાં આવી છે, પરંતુ બંને રાજ્યો વચ્ચે સરહદી વિવાદ દાયકાઓ જૂનો અને એકદમ જટિલ છે. આવી સ્થિતિમાં તેનો ઉકેલ એક રાતમાં લાવી શકાય નહિ.
ઉલ્લેખનીય છે કે,આ પહેલા મુખ્યમંત્રી હિમંત બિસ્વાએ સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મળીને આ મુદ્દે ચર્ચા કરી હતી. ઉપરાંત મુખ્યપ્રધાને આસામના ભાજપના સાંસદો સાથે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ આ મુદ્દે ચર્ચા કરી હતી.