આસામના મુખ્યમંત્રી હિંમતા બિસ્વા શર્મા અને સદગુરૂ સહિત અન્ય લોકો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપ છે કે, તમણે વન્યજીવ સંરક્ષણ કાયદાનું કથિત રીતે ઉલ્લંઘન કર્યું છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ગોલાઘાટા જિલ્લાના બોકાખાટ પોલીસ સ્ટેશનમાં રાષ્ટ્રીય ઉદ્યાનની કિનારે આવેલા ગામોના રહેવાસીઓએ છેલ્લા દિવસોમાં અંધારામાં જીપ સફારી કરવા બદલ ફરિયાદ દાખલ કરાવી છે.