2018 એશિયન ગેમ્સમાં, ભારતીય ટુકડીએ 570 સભ્યોની મજબૂત ટુકડીમાંથી 80 મેડલ મેળવીને એશિયન ગેમ્સમાં સૌથી વધુ મેડલ મેળવવાનો રેકોર્ડ બનાવ્યો હતો.એશિયન ગેમ્સ 2022માં ભારતને છઠ્ઠો ગોલ્ડ મળ્યો છે. ભારતને આ મેડલ 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં મળ્યો છે. અર્જુન ચીમા, સરબજોત સિંહ અને શિવ નરવાલે આ ગોલ્ડ ભારતને અપાવ્યું છે. ભારતીય ત્રિપુટીએ 1734 પોઈન્ટ બનાવ્યા. ચીનને 1733 પોઈન્ટ સાથે સિલ્વર મેડલ મળ્યો છે.28 સપ્ટેમ્બરે ભારતે વુશુમાં તેનો પહેલો મેડલ જીત્યો હતો. રોશીબીના દેવીએ ભારતને સિલ્વર મેડલ અપાવ્યો.
ભારત પાસે કેટલા મેડલ છે?
ગોલ્ડ : 6
સિલ્વર: 8
બ્રોન્ઝ: 10
કુલ: 24