ભારતીય મહિલા હોકી ટીમે ગઈકાલે Asian Champions Trophy હોકીનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ભારતીય મહિલા ટીમે ફાઈનલ મેચમાં જાપાનને 4-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતે બીજી વખત આ ખિતાબ જીત્યો છે. આ પહેલા શનિવારે ભારતીય ટીમે એશિયન ગેમ્સની સિલ્વર મેડલ વિજેતા દક્ષિણ કોરિયાને 2-0થી હરાવીને Women's Asian Champions Trophy હોકી ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.