એશિયા ખંડમાં સૌથી વધુ દૂધ સંપાદન કરતી બનાસ ડેરીએ દૂધ ઉત્પાદક માટે દૂધના ભાવમાં કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કર્યો છે. કૃષિ અને પશુપાલન થકી આજીવિકા રળતા જિલ્લાના ખેડૂતો માટે પશુપાલન મુખ્ય વ્યવસાય બની રહ્યો છે ત્યારે બનાસડેરી પણ સમયાંતરે દૂધના ભાવોમાં વધારો કરીને દૂધ ઉત્પાદકોને આ વ્યવસાય થકી પોષણક્ષમ ભાવો મળી રહે તેની સતત ચિંતા સેવતી હોય છે. પશુપાલકો માટે આવા જ એક સ્તુત્ય પગલા સ્વરૂપે બનાસ ડેરીએ આજથી દૂધના ભાવમાં કિલો ફેટે રૂપિયા ૧૦ નો વધારો કરતા દૂધ ઉત્પાદકો અને ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે.
ઉલ્લેખનીય છે કે એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરી દુધ ઉત્પાદકોને દૂધના ભાવ આપવામાં પણ અગ્રેસર છે અને સૌથી વધુ ભાવ આપવામાં મોખરે છે. બનાસ ડેરી પ્રતિદિન 60 લાખ કરતા વધુ લિટર દૂધ સંપાદન કરે છે અને સાડા ત્રણ લાખ કરતા વધુ સભાસદો બનાસ ડેરી સાથે જોડાયેલા છે.