મહિલા એશિયા કપ ટી20 મેચમાં ભારતે પાકિસ્તાનને સાત વિકેટે પરાજય આપ્યો છે. સુકાની હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળ ટીમ ઈન્ડિયાએ સાત વિકેટે જીત મેળવી છે. પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી હતી. આ દરમિયાન પાકિસ્તાનની ટીમ 108 રનના સ્કોરે ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ભારતે સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માની મજબૂત બેટિંગના કારણે જીત નોંધાવી હતી. ભારત તરફથી સૌથી વધુ દીપ્તિ શર્માએ ત્રણ વિકેટ લીધી હતી. ભારતે આ ટાર્ગેટ માત્ર 14.1 ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો. મહિલા એશિયા કપ 2024માં ભારતીય ટીમની આ પ્રથમ મેચ હતી.