કોરોના વાયરસ મહામારીના કારણે એશિયા કપ રદ્દ કરવામાં આવ્યો છે. આ વર્ષે સપ્ટેમ્બરમાં યોજનારો એશિયા કપ હવે જુલાઈ 2021 સુધી ટાળી દેવામાં આવ્યો છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલે આ વાતની સત્તાવાર જાહેરાત કરી છે.
આ વર્ષે યોજાનાર એશિયા કપની યજમાનીનો અધિકાર પાકિસ્તાન પાસે હતો. જો કે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ બુધવારે જ સ્પષ્ટ કરી દીધું હતું કે, આ વર્ષે એશિયા કપનું આયોજન નહીં થાય.
BCCIએ બુધવારે સંકેત આપી દીધાં હતા કે, આ વર્ષે એશિયા કપનું આયોજન નહીં થાય. જો કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ કહ્યું હતું કે, તેમની પાસે એશિયા કપ રદ થવાને લઈ કોઈ જાણકારી નથી. PCBએ કહ્યું હતું કે, એશિયન ક્રિકેટ કાઉન્સિલે એશિયા કપને લઈને અત્યાર સુધી કોઈ નિર્ણય લીધો નથી. પરંતુ હવે એશિયન ક્રિકેટ કાઉન્સિલે સ્પષ્ટતા કરી દીધી છે કે, એશિયા કપનું આયોજન નહીં થાય.