ક્રિકેટ ફેન્સ લાંબા સમયથી જેની રાહ જોઈ રહ્યાં હતા તેની આતૂરતાનો અંત આવી ગયો છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલે (ACC)એશિયા કપ 2023 (Asia Cup 2023)નો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. વનડે ફોર્મેટમાં રમાનાર આ ટૂર્નામેન્ટના મુકાબલા પાકિસ્તાનની સાથે શ્રીલંકામાં રમાશે. 30 ઓગસ્ટે ટૂર્નામેન્ટની પ્રથમ મેચ પાકિસ્તાન અને નેપાળ વચ્ચે મુલ્તાનમાં રમાશે. 17 સપ્ટેમ્બરે કોલંબોમાં ફાઈનલ મુકાબલો રમાશે. ટૂર્નામેન્ટમાં 6 ટીમો- ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને નેપાળ ભાગ લેશે. તેમાં કુલ 13 મેચ રમાશે.