ખૂબ જ ધાર્મિક મહત્વ ધરાવતા ચાર ધામ પૈકીના એક બદ્રીનાથ ધામ મંદિરના સિંહદ્વાર પાસે દીવાલોમાં તિરાડો પડી ગઈ છે. આ તિરાડોના કારણે મંદિરને કોઈ જોખમ તો નથી ને તેની તપાસ કરવા માટે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI)ની ટીમ બદ્રીનાથ મંદિર પહોંચી હતી.
એએસઆઈના ટ્રીટમેન્ટ એક્સપર્ટ નીરજ મૈઠાણીની અધ્યક્ષતામાં પહોંચેલી ટીમે બદ્રીનાથ મંદિરના સિંહદ્વાર પાસે દીવાલોમાં પડેલી તિરાડોનું નિરીક્ષણ કર્યું હતું અને તેનાથી કોઈ જોખમ ન હોવાનું જણાવ્યું હતું.